Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • November 27, 2021 

પોલીસ સ્ટાફના માણસો પ્રોહી. જુગાર અંગેની પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો, ડેડીયાપાડાના ગુલદાચામ ગામે નવીનગરીમાં રહેતા છત્રસીંગ ઉર્ફે કાલુ છગનભાઇ વસાવા નાઓના ઘરની પાછળ આવેલ કપાસના વાવેતર વાળા ખેતરના શેઢા ઉપર આવેલ વાંસના ઝાડવાઓની આડાશમાં ખુલ્લી જગ્યામાં રેડ કરતા જાહેરમાં પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા 4 આરોપીઓ છત્રસીંગ ઉર્ફે કાલુ વસાવા, વિક્રમ ઉર્ફે વિકુ વસાવા, મુનેશ ઉર્ફે ટેંડળ વસાવા અને રણજીત વસાવા (તમામ રહે.ગુલદાચામ ગામ) નાઓ રેડ દરમિયાન ઝડપાઇ ગયેલા હતા. જોકે પકડાયેલ આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 9040 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 1600/-મળી કુલ રૂપિયા 10,640/-ના જુગારના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હતા. બનાવ અંગે તમામ આરોપીઓ વિરુધ્ધ ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application