ભારત સરકારની સિવિલ સર્વિસ માટેની UPSC ક્લિયર કરીને ઓફિસર્સને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી ખાતે તાલીમ લઈ રહેલા 14 જેટલા IAS, IPS, IFS ટ્રેનર ઓફિસર્સ સ્ટડી એન્ડ રિસર્ચ માટે ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યા હોઈ, જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમા બ્રિફિંગ સેશનની બેઠક યોજાઈ હતી. ડાંગ જિલ્લામાં આવેલ આ તાલીમી અધિકારીઓને ગ્રામીણક્ષેત્રની માહિતીથી વાકેફ કરવા તથા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામા આવેલ તમામ વિભાગોની સરકારી યોજનો વિશેની માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમી ઓફિસર્સ તા.27 ઓગસ્ટથી 3જી સપ્ટેમ્બર, 2023 દરમિયાન પોતાના સ્ટડી એન્ડ રિસર્ચ વિષયના ભાગરૂપે ડાંગ જિલ્લાના કાલીબેલ અને સાકરપાતળ ગામ ખાતે ગ્રામીણ ક્ષેત્રની જાણકારી અને સરકારી સુવિધાઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવશે. તેમજ આદિજાતિ સમાજની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે, તેમ જિલ્લા કલેક્ટરએ બેઠકમા જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application