ડાંગ જિલ્લામા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની હિમાયત કરતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ જિલ્લામા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાપૂર્વક સામનો કરવા માટે જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સત્વરે ઓક્સીજન પ્લાન્ટ શરુ કરવા, અને વેક્સીનેસનની કામગીરી તેજ કરવાની અપીલ કરી હતી.
ઈ સંજીવની એપ ના ઉપયોગ સાથે જિલ્લાના દરેક કર્મચારી/અધિકારીઓ વેકસીનના બંને ડોઝ લઈને પોતાની જાતને, અને તેમના પરિવારોને સુરક્ષિત કરે તે બાબત સુનિશ્ચિત કરવા સાથે, જિલ્લામા ચાલી રહેલા વિકાસ કર્યો ઝડપથી પૂર્ણ કરવાની પણ હિમાયત કરી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ વિભાગો, કચેરીઓને પરસ્પર સહયોગ, અને સંકલન સાથે કાર્ય કરવાની પણ અપીલ કરી હતી.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓનો સમય મર્યાદામા નિકાલ કરવા સાથે બાકી પેન્શન કેસ, નાગરિક અધિકારપત્ર હેઠળની અરજીઓ, એ.જિ.ઓડીટના બાકી પેરાઓની પૂર્તતા, તુમાર નિકાલ ઝુંબેશ, દફતર વર્ગીકરણ, સ્વચ્છતા અભિયાન, સરકારી લેણાની બાકી વસુલાત, વીજ કંપનીના પ્રશ્નો બાબતે વિસ્તૃત જાણકારી આપી જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500