સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના રેસ્ટહાઉસ પાસેના વળાંકમાં અકસ્માતો થતા જ રહે છે જેથી વાહન ચાલકોમાં ભયની લાગણી ફેલાઇ જવા પામી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે અકસ્માતની ઘટના બનતી જ રહે છે. ગતરોજ નાસિકથી સૂકા નારિયેળ ભરી રાજસ્થાન જઈ રહેલો ટાટા ટેમ્પો નંબર આરજે/19/સીસી/3317ના ચાલકે એકાએક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો રસ્તાની સાઇડે સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલટી મારી ગયો હતો, જેમાં ચાલક ક્લીનરને નજીવી ઇજાઓ થઈ હતી તેમજ ટેમ્પોમાં મુકેલ માલ-સામાન વેરવિખેર થઈ જતા નુકસાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application