Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો, અકસ્માતમાં એકનું મોત

  • July 27, 2023 

ડાંગ જિલ્લાનાં કોદમાળ ગામ નજીક બે બાઇક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં એક બાઇક સવારનું શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગનાં કરાડીઆંબા ગામે રહેતો યુવક જયેશ અર્જુન ગાયકવાડ આહવા ખાતે બ્લુડાર્ટ કુરિયર કંપનીમાં કુરિયર ડિલિવરી બોય તરીકે ફરજ બજાવતો હતો. તે સાંજે આહવાથી ઘર તરફ જતાં સમયે કોદમાળ ગામ નજીક સામેથી પૂરઝડપે આવતી બાઈકે જયેશભાઈની ગાડીને ભટકાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જયેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જયારે અકસ્માત સર્જનાર અજિત રામદાસ પવાર નશાની હાલતમાં હતો. તેને પણ અક્સ્માતમાં નાની-મોટી ઈજાઓ થતાં હાલ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application