સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત ભરૂચ જિલ્લાના દહેજ ગ્રામ પંચાયતને ઓડિએફ (Open Defecation Free+) પ્લસ આદર્શ પંચાયત ગ્રામ પંચાયત તરીકે પસંદગી કરાઈ છે. દહેજ ગ્રામ પંચાયતે ઘન અને પ્રવાહી કચરાનો કાયમી નિકાલ કરી સાર્વત્રિક સ્વચ્છતા સાથે ખુલ્લામાં શૌચ મુક્તીના સઘન પ્રયાસ કર્યા છે. જેના કારણે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર સ્વચ્છ ભારત મિશન અંર્તગત ભારત સરકારે ભરૂચના દહેજને આદર્શ ગ્રામ પંચાયત તરીકેની પસંદગી થઈ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ગ્રામપંચાયતના હાલની કુલ વસ્તી ૨૦૬૯૦ ધરાવતા ગામમાં ૫૧૭૨ જેટલાં કુટુંબો વસવાટ કર છે.
અહી અન્ય રાજ્યના લોકો પણ રોજગારી માટે મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. મનરેગા યોજના અંતર્ગત ૧૫૦ અને સી.એસ.આર. દ્વારા બાકી રહેલ તમામ કુટુંબોને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઘરદીઠ શૌચાલય ધરાવતુ ગામ હોવા સાથે ૧ સામુહિક શૌચાલય પણ છે. જેના કારણે ગામમાં ૧૦૦ ટકા શૌચાલયોનો ઉપયોગ થઈ રહ્યા છે. દહેજ ગામને કેમ ઓડીએફ પ્લસનો દરજ્જો મળ્યો ? ગામનાં તમામ કુટુંબો શૌચાલયની સુવિધા ધરાવે છે તથા તેનો ૧૦૦ ટકા ઉપયોગ પણ ગામના લોકો કરે છે.
ગામની શાળા, આંગણવાડી તેમજ પંચાયત ઘરમાં મહિલા અને પુરૂષો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામના જાહેર સ્થળોએ કચરાનું પ્રમાણ નહિવત જોવા મળે છે તથા કાંઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો નહિવત જોવા મળે છે. દહેજ ગામમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા લિક્વીટ વેસ્ટ મેનેજન્ટ પણ થાય છે. ગામમાં ઓડિએફ પ્લસ અંગેની માટેના ભીંતચિત્રો તથા સૂત્રો દ્રારા જાગૃત્તિ લાવવામાં આવી હતી.
દહેજ ગામમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે આવો જાણીયે...
સ્વચ્છ ભારત મિશન ગ્રા.અતર્ગત ૮ ટ્રાઈસિકલ ૯ હેન્ડપુશ કાર્ડ તથા પંચાયત દ્વારા એક ટ્રેક્ટરની ફાળવણી કરાઈ છે. જેથી ગામમાં દૈનિક ધોરણે કચરાનું કલેશન કરી કચરાને સેગ્રીગેશન શેડ ઉપર લઈ જઈ કચરાનું વિભાજન કરાઈ છે. દહેજ ગ્રામ પંચાયતમાં સાફ-સફાઈ સાથે ડોર ટુ ડોર કચરા કલેશન માટે ૩૦ જેટલા સફાઈકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. જે ગામની સફાઈ કરી ગામને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. વધુમાં ખાનગી એકમ દ્વારા કુટુંબદીઠ સુકા કચરા અને ભીના કચરા માટે કચરા પેટીઓ આપવામાં આવી છે. જેથી ગામમાં દૈનિક ધોરણે કચરાનું કલેક્શન કરી કચરાનું વિભાજન થાય છે. કલેક્શન બાદ આ કચરાને અલગ-અલગ કરી શેડમાં રાખવામાં આવે છે. પ્લાસ્ટિક, પુંઠા, લોખંડ, ડબ્બા વગેરેને જથ્થા આધારિત ૧૫ થી ૩૦ દિવસે ફેરિયાને સિધું વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત જે કચરાનું વિધટન થાય તેવા ભીના અને સુકા કચરાને ડ્રમમાં નાખી કચરાને ૧૦ દિવસ ડ્રમમાં રાખી તેનું મિશ્રણ કરવામાં આવે છે. બાદ ફરી બેડમાં ૩૦ કિ.ગ્રા આધારિત ૫૦ ટકા સોલીડ કલ્ચર ઓર્ગેનીક મિક્સ કરી ૧૦ દિવસ સુધી આ દ્નાવણને દરરોજ મિશ્રિત કરવામાં આવે છે. ત્યારબાદ ખાતર તૈયાર કરાય છે. આ ખાતર થકી પણ દહેજના ગ્રામજનો ૧ કિ.ગ્રા.નાં રૂ.૫ના ભાવે વેચીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.
લિક્વીટ વેસ્ટ મેનેજન્ટ પણ થાય છે દહેજ ગ્રામ પંચાયતમાં...
ગામમાં ૧૦૦ ટકા કુટુંબોને ગટર લાઈનની સુવિધા ઉપલબ્ધ ધરાવે છે. જેમાં તમામ કુટુંબોનું રસોડાનું પાણી તથા બાથરૂમનું પાણીનો નિકાલ કરવામાં આવે છે. જે પાણીનો નિકાલ ગામમાં બનેલ “સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ"માં થાય છે. "સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ" ગુજરાત આલ્કાટેકસ એન્ડ કેમિકલ લી.દહેજ કંપની દ્વારા બનાવવામાં આવેલ છે.આ પ્લાન્ટની કેપેસિટી ૨૦ MLD જેટલી ધરાવે છે. પ્લાન્ટમાં ગટર લાઈનનું પાણી ચાર ઘટકો દ્વારા શુદ્ધિકરણ કરી બાજુના દરિયામાં ઠાલવવામાં આવે છે. આ પ્લાન્ટનું મેનેજમેન્ટ એનવિઝન દ્વારા કરવામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઆ વર્ષે ચોમાસું જૂન મહિનાથી શરૂ થવાની સંભાવના
April 10, 2025બિહારનાં આઠ જિલ્લામાં અચાનક વીજળી પડતાં 22 લોકોના મોત
April 10, 2025