Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડા : મોડેલ ડે સ્કુલ ના આચાર્ય ને 50 હજાર લાંચની ફરિયાદ બાદ એક દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ

  • February 12, 2021 

ડેડીયાપાડા ની મોડેલ ડે સ્કુલ ના આચાર્ય વિરુદ્ધ 50 હજાર લાંચની ફરિયાદ રાજપીપળા એસીબી માં દાખલ થયા બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

 

 

 

 

ડેડીયાપાડા ની મોડેલ ડે સ્કુલ ના આચાર્ય કિશોરભાઇ ખેંગારભાઈ સોલંકી એ તેમની મોડેલ ડે સ્કુલ ડેડીયાપાડા ખાતે આચાર્યની ફરજ દરમ્યાન ભરતકુમાર મણીલાલ વણકર રહે.મુ.પો.ડેડીયાપાડા,તા-ડેડીયાપાડા,જી-નર્મદા નાઓ પાસે ભોજન કોન્ટ્રાક્ટનું ટેન્ડર અપાવવાના/આપવાના અવેજ પેટે ધોરણ -૧૧ ના વિધ્યાર્થીઓનુ જે બિલ થાય તે પોતાને સોંપી દેવાનું જણાવી રૂ.૫૦,૦૦૦ / - ની લાંચની માંગણી કરી હતી,

 

 

 

 

કોન્ટ્રાક્ટ મળ્યા બાદ દર માસે પ૦ વિધ્યાર્થીના રૂ.૫૦,૦૦૦ થી રૂ .૫૪,૦૦૦/-સુધીની રકમ આપવી પડશે તેવું જણાવી લાંચની માંગણી કરી ગુનો કર્યા બાબતનો ગુન્હો નર્મદા એ.સી.બી.પો.સ્ટે.માં નોંધાયો હોય આ ગુનામાં કિશોર ભાઇ સોલંકી ને અટક કરી સ્પેશયલ સેશન્સ કોર્ટ,નર્મદા (રાજપીપળા ) ખાતે રજુ કરતા જજ એન.પી.ચૌધરી, પ્રીન્સીપાલ જજ સ્પેશયલ સેશન્સ કોર્ટ,નર્મદા એ સરકારી વકીલ જે.જે.ગોહીંલ ની ધારદાર દલીલોને તથા તપાસ કરનાર અધિકારી  બી.ડી. રાઠવા,પો.ઇ. નર્મદા એ.સી.બી. પો.સ્ટે.ના રીમાન્ડ રીપોર્ટને ધ્યાને રાખી એક દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application