કોરોના મહામારી વચ્ચે તહેવારોની ઉજવણીને લઇ સરકારે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેના અનુસંધાને તાપી જીલ્લાતંત્ર દ્વારા ગણેશ વિસર્જન જાહેર સ્થળોએ કરવા,શોભા યાત્રા,સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ હોવા છતાં સોનગઢના હાથી ફળિયું તેમજ કૃષ્ણા મોલ પાછળ જાહેરમાં કેટલાક યુવાનોએ ભેગા મળી માસ્ક વગર શોભા યાત્રા અને સરઘસ કાઢી સોસ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા, કોરોના વાયરસ ફેલાય તેવું કૃત્ય કરતા પકડાઈ ગયા હતા. બનાવમાં સોનગઢ પોલીસ મથકે કુલ 5 લોકો સામે જાહેનામાનો ભંગ બદલ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાહેનામાનો ભંગ બદલ કોની-કોની સામે ગુનો દાખલ થયો
(1) અજય ઉર્ફે લાલુ રૂપસિંગભાઈ ગામીત રહે, હાથી ફળિયું-સોનગઢ
(2) વિઠ્ઠલભાઈ રાજુભાઈ માળી રહે, મચ્છી માર્કેટ-સોનગઢ
(3) નીલેશગીરી સાજનગીરી ગોસ્વામી રહે, નવાગામ જમાદાર ફળિયું,એસટી ડેપો પાસે-સોનગઢ
(4) કમલેશગીરી પ્રહલાદગીરી ગોસ્વામી રહે, મચ્છી માર્કેટ-સોનગઢ
(5) કનવરલાલ બંસીલાલ ચીખલીગર રહે, મચ્છી માર્કેટ-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500