વાંસદા તાલુકાની ૧૪ વર્ષની કિશોરીનું શારીરિક શોષણ કરી દૂરના સંબંધીએ ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીને પાંચ માસનો ગર્ભહોવાનું નિદાન થતા પોલીસે દૂરના સંબંધી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વાંસદા તાલુકાના એક ગામની ૧૪ વર્ષની કિશોરી તારીખ ૫-૧૦-૨૪ નારોજ સંબંધીના ઘરે ગઈ હતી પણ સંબંધીનું ઘર બંધ હતું.
જોકે તેનો દૂરના સંબંધી કલ્પેશ સોમાભાઈ કુકણા (રહે.ચીખલી, નદી મહોલ્લો, ચીખલી, જિ.નવસારી, હાલ રહે.રૂપવેલ નિશાળા ફળિયું,તા.વાંસદા, જિ.નવસારી) ત્યાં હાજર હતો. તેણે કિશોરીને બોલાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે જયારે બોલાવે ત્યારે ત્યાં તેણે આવવું પડશે નહીં તો હું મરી જઈશ એવી ધમકી આપી હતી. તેમજ તારા માતા-પિતાને આ વાત કરશે તો તારું ગળું દબાવી દઈશ એવી પણ ધમકી આપી હતી.
ત્યારબાદ કલ્પેશ કુકણાએ કિશોરીને વારંવાર બોલાવી શારીરિક શોષણ કર્યું હતું. દરમિયાન કિશોરીના પેટમાં ફેરફાર લાગતા તે ગર્ભવતી બની હોવાની શંકા તેની માતાને ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં બતાવવા જતા તબીબે કિશોરીને પાંચ માસનો ગર્ભ હોવાનું નિદાન કર્યું હતું. કિશોરીને થરે લઈ જઈ આ બાળક કોનું? એમ પૂછતા તેના પર કલ્પેશ કુકણાએ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા કિશોરીના પિતાએ વાંસદા પોલીસ મથકે કલ્પેશ કુકણા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વાંસદાના પી.આઈ.એ પોક્સો સહિત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500