ચીખલીનાં વાંઝણા ગામમાં ચાર શખ્સોએ હોળી પ્રગટાવવા મામલે એક યુવકે ઝેરી દવા પી જતા ખોટી અદાવત રાખી યુવકને ઢીકમુક્કી અને કુહાડીથી મૂઢ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કૃણાલ વિજયભાઈ પટેલ (ઉ.વ.૨૫., રહે.વાંઝણા ગામ, ટપાલ ફળિયા, તા.ચીખલી) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મિત્રો સાથે ફળિયાના મેદાનમાં બેઠા હતા.
તે દરમિયાન હેમંતભાઈના મોબાઈલ ફોન પર ફળિયાના વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે આપણા ફળિયાને કમલેશભાઈ કોઈ કારણોસર દવા પી ગયો છે. બાદમાં તેને શોધી ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ દરમિયાન સાંજના સાતેક વાગ્યાનાં અરસામાં ચાર શખ્યો આવી કમલેશભાઈની દવા પીવાનું કારણ તમે બધાએ હોળી પ્રગટવી છે એ જ હોવાની અદાવત રાખી કૃણાલભાઈને ઢીકમુક્કી અને કુહાડીથી મૂઢ મારમાર્યો હતો. કુણાલભાઈને ચીખલી તાલુકાના ટાંકલ સી.એચ.સી.માં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તેમને ખારેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવવા અંગે પોલીસે મહેશ રમણભાઈ પટેલ, નિર્મલ મહેશભાઈ પટેલ, જયનમભાઈ નલિનભાઈ પટેલ, વિરલ ઉર્ફે સુનિલ નવીનભાઈ પટેલ (તમામ રહે.વાંઝણા ગામ, ટપાલ ફળિયા, તા.ચીખલી, જિ. નવસારી) સામે ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500