ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં માલેગામ ઘાટ માર્ગમાં કપાસનો જથ્થો ભરેલ ટ્રક ખીણમાં ખાબકતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રકના ચાલક અને ક્લીનરને ઇજા પહોંચી હતી. મહારાષ્ટ્રનાં નાસિક તરફથી કપાસનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક નંબર GJ/31/T/2643 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં માલેગામ ઘાટ માર્ગમાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
જોકે ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દિવાલ કૂદી ખીણમાં ખાબકી હતી. જેને પગલે ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની-મોટી ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીક શામગહાનમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application