Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી રેસિડેન્સિયલ સ્કૂલના 288 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ

  • November 24, 2021 

કોરોના કાળમાં આશરે દોઢ વર્ષ સુધી સ્કૂલો બંધ રહ્યા બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થવા લાગ્યું છે. ગુજરાતમાં પણ સોમવારથી ધો.1 થી 5ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન તેલંગાણાથી એક ડરાવનારા સમાચાર સામે આવ્યા છે.

તેલંગાણાના ખમ્મ જીલ્લાની સરકારી રેસિડેન્સિયલ સ્કૂલના 288 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના ફેલાયો હોવાની જાણકારી મળતાં જ વિદ્યાર્થીઓના માતા-પિતા સ્કૂલે પહોંચી ગયા અને બાળકોને ઘરે મોકલવાની અપીલ કરી હતી. સ્વાસ્થ્ય વિભાગે શિક્ષકો સહિત તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો સામૂહિક કોરોના ટેસ્ટ કરવાનો ફેંસલો કર્યો છે. આ રેસિડેન્શિયલ સ્કૂલમાં 575 વિદ્યાર્થી છે. તેલંગાણાના સ્વાસ્થ્ય મંત્રી ટી.હરીશ રાવે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓને ફોન કર્યો અને સંક્રમિત વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. તેમણે અધિકારીઓને શ્રેષ્ઠ સારવાર આપવા અને કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના ઉપાયો કરવા આદેશ આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application