ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધીનાં નેતૃત્વ નીચેની ભારત જોડો યાત્રા બુધવારે બુરહાનપુર પાસે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. ત્યારે, તે યાત્રામાં જોડાવાના છે. તેમ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું. જયરામ રમેશે તેઓના ટિવટર ઉપર જણાવ્યું હતું કે, યાત્રાનો આજે વિરામનો દિવસ છે. બુધવારથી તે યાત્રા ફરી શરૂ થશે અને મધ્ય પ્રદેશમાં બુરહાનપુર પાસે પ્રવેશ કરશે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા યાત્રામાં જોડાશે અને ચાર દિવસ સુધી સાથે રહેશે. જયરામ રમેશ પક્ષના એક મહામંત્રી છે તેઓ સંપર્ક વિભાગ સંભાળે છે. તેમણે આ માહિતી હિન્દીમાં પોતાના ટિવટ ઉપર આપી હતી. તે સર્વ વિદિત છે કે, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તેઓની ભારત જોડો યાત્રા તા.7મી સપ્ટેમ્બરે કન્યાકુમારી (તમિળનાડુ)થી શરૂ કરી છે.
તે અત્યાર સુધીમાં તમિળનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાંથી પસાર થઇ ચુકી છે અને બુધવારે મધ્ય પ્રદેશમાં બુરહાનપુર પાસે પ્રવેશવાની છે. આ દક્ષિણથી ઉત્તર (જમ્મુ) સુધીની યાત્રાને હજી સુધીમાં મળેલા લોક પ્રતિસાદથી ઉત્સાહિત થઈ, કોંગ્રેસનાં કેટલાક વરિષ્ટ નેતાઓ આગામી વર્ષે 2023માં કચ્છનાં લખતર પાસેથી શરૂ કરી અરૂણાચલના દક્ષિણ ભાગે આવેલી તેઝૂ નદીનાં તટ પરનાં તેઝૂગામ સુધીની પશ્ચિમથી પૂર્વ સુધીની પદયાત્રા યોજવા વિચારી રહ્યા છે, તેમ પણ જાણવા મળ્યું છે. તેઓ માને છે કે, રાહુલની વર્તમાન યાત્રા અને યોજાઈ શકે તો ભાવિ યાત્રા 2024માં કોંગ્રેસને ઘણી સહાયરૂપ બનશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500