સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી ધુમધામથી થઇ રહી છે. ત્યારે તાપી જિલ્લામાં સ્થાનિક બજારો ખરીદદારોથી ઉભરાઇ ગયા છે. રાત્રીના સમયે પણ મોડે સુધી બજારોમાં ખરીદી ચાલુ જ છે. ત્યારે મોડી રાતે પોતાની નાનકડી દિકરી સાથે રંગોની ખરીદી કરવા આવેલા તાપી જિલ્લા સ્થાનિક જાગૃત નાગરિક માહિતી ખાતા સાથે વાતચીત દરમિયાન પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું હતું કે, આજકાલ લોકો દિવાળીની ખરીદી ઓનલાઇન કરતા થઇ ગયા છે. પણ દિવાળીની ખરીદીની અસલી મઝા તો સ્થાનિક બજારોમાં જ છે.
તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી અને લોકલ લોકોને સપોર્ટ કરો જેથી નાના વેપારીઓ-દુકાનદારો આર્થીક રીતે પગભર બની આગળ આવી શકે અને આપણો દેશ વિશ્વની હરોળમાં આગળ આવી શકે એમ અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લામાં દિવાળીની રોનક દર વર્ષે કઇક અલગ જ જોવા મળે છે. આ વર્ષે સ્થાનિક લોકો પાસે વધારેમાં વધારે ખરીદી કરી તાપી જિલ્લાના જાગૃત નાગરિકો લોકલ બિઝનેસને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેથી આ વર્ષે દિવાળીના રંગમાં સ્થાનિક લોકોની ખુશીઓનો પણ રંગ ભળતા દિવાળી વધારે ખાસ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application