ડાંગ જિલ્લામાં છેલ્લા થોડાક દિવસોથી વાતાવરણમાં આવેલા બદલાવ બાદ ઠંડીનાં ચમકારાથી દિવસભર લોકોને હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ હતી. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ગરમ વસ્ત્રોમાં સજ્જ બની ઠંડી થી રાહત મેળવી રહ્યા હતા. જ્યારે બજારો પણ દિવસભર સુમશાન બની ગયા હતા. જોકે દિવસભર વાદળછાયું વાતાવરણ અને શીત લહેરને પગલે લોકોને શરદી ખાંસી, જેવા વાયરલ ફીવરમાં વધારો જોવા મળ્યો હતો. સ્થાનિકો ઠંડીથી બચવા દિવસભર તાપણુંનો સહારો લઈ હૂંફ મેળવી રહ્યા હતા. જોકે ગિરિમથક સાપુતારાનું તાપમાન 10 ડીગ્રી થઈ જતા ગણ્યા ગાંઠ્યા પ્રવાસીઓ આહલાદક માહોલનો લૂફ્ત ઉઠાવ્યો હતો. જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ ઊભું થતા આંબો, સ્ટ્રોબેરી, ડુંગળી અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ખેતીમાં નુકશાન જવાની શક્યતા ને પગલે ચિંતા વ્યાપી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application