સુરત શહેરમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન સક્રિય થતાં રાત્રીનાં તાપમાનમાં 2.50 ડિગ્રીનો ઘટાડો થઇને ગતરોજ 18 ડિગ્રી નોંધાતા શહેરીજનોને ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ, ગતરોજ સુરતનું અધિકત્તમ તાપમાન 31.1 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 28 ટકા, હવાનું દબાણ 1011.4 મિલીબાર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી કલાકના 5 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. જોકે રાત્રીનું તાપમાન 20.6 ડિગ્રી નોંધાયુ હતુ અને આજે 2.50 ડિગ્રી તાપમાન ગગડીને 18 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ રાત્રીના અને વહેલી સવારે ઠંડીમાં ઠુઠવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application