Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશનાં ભાવિ સમાન દિકરીઓને પોષણક્ષમ આહાર લેવાની તથા સુશિક્ષિત બનવાની સમજ અપાઈ

  • August 03, 2023 

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પ્રેરિત "નારી વંદન સપ્તાહ”ની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સપ્તાહના બીજા દિવસે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા "બેટી બચાઓ બેટી પઢાઓ" થીમ અંતર્ગત હોલી એન્જલસ સ્કૂલ ભરૂચ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરાએ પી સી પી એન ડી ટી. અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં તેમને જાતીય પરીક્ષણ અંગે પ્રતિબંધ અંગે સમજ આપી હતી. જે અંતર્ગત જાતીય પરીક્ષણ અંગે કાયદાકિય ગુના બને છે. આ કાયદા હેઠળ કાયદાકિય જોગવાઈની પણ સમજ આપી હતી.



આ ઉપરાંત જિલ્લા, રાજ્ય તથા દેશમાં લિંગ અનુપાતની વાસ્તવિકતા પણ એક નજર રાખી શાળામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ભવિષ્યમાં લિંગ અનુપાતને સમતોલ કરી દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં માતબર ફાળો આપવાની હિમાયત કરી હતી. વધુમાં સ્ત્રી ભ્રુણહત્યા નાબૂદ થાય તથા દહેજ પ્રથા નાબૂદ થાય તેવી પણ તેમને વિદ્યાર્થીનીઓને સમજ આપી હતી. આ કાર્યક્રમ ઉદ્દેશ્ય લિંગ પક્ષપાત અને લિંગ ચકાસણી પદ્ધતિનું નિવારણ કરવાનું, દિકરીઓનું જીવન ધોરણ ઊંચું લાવવું અને રક્ષણ પૂરું પાડવાનું તથા દિકરીઓને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનું છે. આમ, દેશના ભાવિ સમાન દિકરીઓને પોષણક્ષમ આહાર લેવાની તથા સુશિક્ષિત બનવાની સમજ આ કાર્યક્રમ થકી આપવામાં આવી હતી.



આ વેળાએ "દિકરી જન્મી આનંદો" થીમ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓની જાગૃતિ અંગેનો નાટક ભજવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે હોલી એન્જલસ સ્કૂલમાં રાજ્ય તથા જિલ્લા કક્ષામાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપીને સન્માનિત કરાઈ હતી.કાર્યક્રમની આભારવિધિ મહિલા અને બાળવિકાસ અધિકારી સુશ્રી કાશ્મીરા બહેને કરી હતી. આ કાર્યક્રમમાં યુનિસેફના હેતવી શાહ તથા જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા હોલી એન્જલસ સ્કૂલના આચાર્ય તથા શિક્ષણ ગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application