Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 7ને ઇજા

  • August 29, 2021 

ચીખલીનાં મજી ગામના નેશનલ હાઈવે નંબર-48 ઉપર એસ.ટી બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં સાત જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગતરોજ સવારના સાતેક વાગ્યાના સમયે સેલવાસથી કોપર ભરી વડોદરા તરફ જઈ રહેલ કન્ટેનર નંબર ડીએન/09/એન/9811માં નેશનલ હાઇવે પર મજી ગામ કાલાખાડી નજીક પંક્ચર પડતા રોડની સાઈડે ચાલકે વાહન ઉભું રાખ્યું હતું. તે દરમિયાન બપોરના સમયે વાપીથી ચીખલી આવી રહેલી એક એસ.ટી બસ જીજે/18/ઝેડ/3887ના ચાલકે અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ઉભેલા કન્ટેઇનરમાં પાછળના ભાગે એસ.ટી બસ અથડાવી દેતા જે અંગેની જાણ મજી ગામના સરપંચને થતા સ્થાનિકો સહિતના સ્થળ ઉપર ધસી આવી ઇજાગ્રસ્ત બસના ડ્રાઇવર, કંડકટર સહિત અન્ય 7 જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા 108ની મદદથી ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબો સહિતના સ્ટાફે ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરી હતી.

 

 

 

 

 

અકસ્માતને પગલે વલસાડ-સુરત નેશનલ હાઇવે પર વાહન-વ્યવહારને પણ અસર થવા પામી હતી. જોકે, કન્ટેનરના ટાયર પંક્ચર થતા સલામતી માટે પાછળ ચોક્કસ અંતરે કોઈ બેરીકેટ કે ચતવણી દર્શક બોર્ડ પણ જોવા મળ્યું ન હતું. બીજી તરફ બાજુની ટ્રેક પર દોડતા વાહનના ચાલકે વાહન રોંગ સાઈડ દબાવતા એસ.ટી બસના ચાલકને લાચારી સર્જાતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે મોટી જાનહાની થઈ ન હતી. બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિઓ

 

1.હસમુખ ધુરીયાભાઈ પટેલ (ડ્રાઇવર, રહે.ડુમલાવ,તા.પારડી),

2.રાજેશ ઉકાભાઈ પટેલ (કંડકટર, રહે.ડુમલાવ, તા.પારડી),

3.લક્ષ્મીબેન બાલુભાઈ રાઠોડ (રહે.ધમડાસા,તા.ગણદેવી),

4.ભારતીબેન મહેશભાઈ હળપતિ (રહે.ધમડાસા,તા.ગણદેવી),

5.ગીતાબેન સુરેશભાઈ પટેલ (રહે.તલાવચોરા, પટેલ ફળીયા,તા.ચીખલી),

6.વિજય રણછોડભાઇ ગોસાઈ  (રહે.તળાવ ફળીયા,તા.વાંસદા),

7.ચૌયીત્ય મનીષ પટેલ (રહે.ખરીખાડી,તા.ગણદેવી).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application