વ્યારાના બામણામાળ નજીક ગામના રહીશ રીતેશભાઈ ફતેસીંગભાઈ ચૌધરી (ઉ.વ.૩૫)ની બાલપુર પાટીયા પાસે આવેલ સર્વે નં.૪૦ વાળી જમીનમાં બે બોર કરેલ હોય, ખેતરમાં પાણી વાળવા માટે બોરમાં બે સબમર્શીબલ પંપની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ ગત તારીખ 12/0૩/2025થી તારીખ 14/03/2025 દરમિયાન કોઈ ચોર ઇસમે એક સબમર્શીબલ સાથેનો કેબલ વાયર આશરે ૧૦૫ ફુટ રૂ.૨૮૦૦ તથા બીજી સબમર્શીબલ કેબલ વાયર (આશરે ૮૦ ફુટ રૂ.૨૧૩૩) ચોરી ગયા હતા. ઘટના અંગે રીતેશભાઈ ચૌધરીએ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application