પલસાણાના નિયોલ ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પરથી એલ એન્ડ ટી, બી એન્ડ એફ. કંપનીના કેબલ કોપર ડ્રમ ચોરાઈ જતા સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, નિયોલ પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટના સ્ટેશનમાં માલસામાનની સાચવણીનો કોન્ટ્રાકટ શ્રી ભાલાજી સીક્યોરીટી કંપનીએ રાખ્યો છે. હાલમાં આ ટ્રેનના સ્ટેશનના ડેપોમાંથી કેબલ કોપર ડ્રમ સહિતનો સામાન મુકવામાં આવે છે.
દરમિયાન સુપરવાઈઝર વિકાસસિંગને રવિવારે બપોરના પોણા ચારેક વાગ્યાના અરસામાં શ્રીબાલાજી સીક્યોરીટી પ્રા.લી કંપનીમાં સીક્યોરીટીના ઈન્ચાર્જ રામાનુજ કપીલદેવ તીવારીનો ફોન આવ્યો હતો કે, નિયોલના બુલેટ ટ્રેનના સ્ટેશનના ડેપોમાં ચાલતા બંધાકામની જગ્યાએ ડેપોની અંદર કુલે ચાર નંગ કેબલ કોપર ડ્રમ પડેલા હતા. જે પૈકી એક કેબલ કોપર ડ્રમ નથી. જેથીએ વિકાસ સિંગે તે જગ્યાએ જઈને તપાસ કરતા ૩ નંગ કેબલ કોપર ડ્રમ પડેલા હતા. જે પૈકી એક કાળા કલરનુ કેબલ કોપર ડ્રમ જેની અંદાજીત કિંમત રૂ.૯,૦૦,૬૭૦ ચોરાઈ ગયું હતુ. ઘટના અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500