Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CBSEએ ધોરણ 10 અને 12નું ટાઈમ ટેબલ જાહેર કર્યો, જાણો કઈ રીતે ડાઉનલોડ થશે ટાઈમ ટેબલ...

  • January 05, 2024 

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ નવો CBSE બોર્ડ પરીક્ષા 2024નો ટાઈમ ટેબલ જાહેર કરી દીધો છે. અમુક વિષયના પેપરમાં પરિવર્તન સાથે CBSEએ નવો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે. જે પણ વિદ્યાર્થી CBSE બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા આપવાના છે તેઓ CBSEની વેબસાઈટ પર જઈને CBSE ધોરણ-10 અને 12નો ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકે છે. CBSE ધોરણ-10ની બોર્ડની પરીક્ષા તારીખ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તારીખ 13 માર્ચ 2024એ પૂર્ણ થશે અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા તારીખ 15 ફેબ્રુઆરીએ શરૂ થશે અને તારીખ 2 એપ્રિલ 2024એ પૂર્ણ થશે.



ધોરણ-10 અને 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ એક જ વખતમાં આયોજિત કરવામાં આવશે. શિફ્ટ-તમામ દિવસે સવારે 10.30થી બપોરે 1.30 વાગ્યા સુધી. નવા ટાઈમ ટેબલ અનુસાર અમુક પેપરની પરીક્ષાની તારીખોમાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા છે. ધોરણ-10નું જે પેપર તારીખ 4 માર્ચ 2024એ આયોજિત થવાનું હતુ તે બદલી દેવામાં આવ્યુ છે અને હવે આ 23 ફેબ્રુઆરી 2024એ યોજાશે. ધોરણ-10નું જે પેપર તારીખ 16 ફેબ્રુઆરીએ હતુ તે હવે તારીખ 28 ફેબ્રુઆરી 2024એ યોજાશે. આ રીતે ધોરણ-12 માટે ફેશન સ્ટડીસ જે તારીખ 11 માર્ચે હતુ તેને બદલી દેવાયુ અને હવે તારીખ 21 માર્ચ 2024એ યોજાશે.


આ રીતે ડાઉનલોડ કરો ટાઈમ ટેબલ...

  • જે વિદ્યાર્થી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે. તેઓ નીચે આપવામાં આવેલા તબક્કાનું પાલન કરીને નવો ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે.
  • સૌથી પહેલા સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાવ.
  • હોમ પેજ પર ધોરણ 10 કે ધોરણ 12 માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2024 નવા ટાઈમટેબલ પર ક્લિક કરો.
  • જે બાદ એક નવી પીડીએફ ફાઈલ ખુલશે જ્યાં વિદ્યાર્થી તારીખો જોઈ શકે છે.
  • પેજ ડાઉનલોડ કરો અને આગળની જરૂરિયાત માટે તેની એક હાર્ડ કોપી પોતાની પાસે રાખો. 
  • વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ જોઈ શકે છે.


CBSE ધોરણ-10નું ટાઈમટેબલ...

https://www.cbse.gov.in/cbsenew/documents/DATE_SHEET_CLASS_X_Revised_03012024.pdf

CBSE ધોરણ-12નું ટાઈમટેબલ...

https://www.cbse.gov.in/cbsenew/documents/DATE_SHEET_CLASS_XII_Revised_03012024.pdf


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application