કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ ધોરણ-10 અને ધોરણ-12ની ડેટશીટ જાહેર કરી દીધી છે. ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ તારીખ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ-12ની પરીક્ષાઓ 2જી એપ્રિલ સુધી જ્યારે ધોરણ-10ની પરીક્ષાઓ 3 માર્ચે પૂર્ણ થશે. પરીક્ષાની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જઈને ડેટશીટ ડાઉનલોડ કરી શકાય છે. સીબીએસઈ 10માં અને 12માંના બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ ગતરોજ જાહેર કરવામાં આવી છે, ત્યારે અગાઉ CBSEએ 10માં અને 12માંની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપવાની જાહેરાત કરી હતી.
ઉપરાંત ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. CBSE એક્ઝામ કન્ટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને 12માંની બોર્ડની પરીક્ષાઓમાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે. કોઈ ઓવરઓલ ડિવિઝન, ડિંસ્ટિંક્શન કે માર્ક્સને એગ્રીગેટ એટલે કે તમામ વિષયોમાં પ્રાપ્ત કુલ માર્ક્સનો યોગ નહીં અપાય. આ ઉપરાંત જો કોઈ સ્ટુડન્ટ્સે પાંચ જ વિષય રજૂ કર્યા કર્યા છે તો એડમિશન માટે ઈન્સ્ટિટ્યૂટ કે એમ્પ્લોયર ફક્ત બેસ્ટ 5 વિષયોના જ માર્ક્સને જ આધાર માનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application