દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ એવા ઉકાઇ ડેમના ઉપર વાસમાં અત્યાર સુધી પર્યા વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તાર ઉપર વાસમાં ગત વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં માત્ર ૪૦ ટકા વરસાદ નોંધાયો છે ઉકાઇ ડેમની શનિવારે ૧ વાગ્યે ૩૨૮.૮૪ ફૂટ સપાટી નોંધાઇ છે જ્યારે જળાશયમાં ૧૩૯૪૫ ક્યુસેક પાણીની આવક સામે ૮૦૦ ક્યુસેક તાપી નદીમાં છોડવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. ઉકાઇ ડેમના આધારભૂત સૂત્રો મુજબ ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશનોમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તમામ ૫૨ ગેજ સ્ટેશનનો મળીને માત્ર ૭૦૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
ઓગસ્ટના અંત સુધીમાં બધા જ કેજા સ્ટેશનનો સરેરાશ માત્ર ૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમના ઉપર વાસમાં આવેલા હથનુર ડેમની સવારે ૯ કલાકે ૨૧૦.૯૧૦ મીટર સપાટી નોંધવામાં આવી છે સામે ૩,૯૫૫ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યા છે. પ્રકાશા ડેમમાં સવારે ૧૦ કલાકે ૧૦૯.૬૦ મીટર સપાટી નોંધવામાં આવી છે. જ્યારે ડેમમાંથી સવારે ૬.૩૦ કલાકે ૧૮,૮૬૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યા છે જે સૂત્રોના કહેવા મુજબ બપોર બાદ ઉકાઇ જળાશયમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ઉકાઇ ડેમના ઉપરવાસમાં સપ્ટેમ્બર માસમાં વરસાદ નહીં નોંધાય તો ડેમની સપાટીનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ રાખવામાં આવ્યું છે જે આંબી શકે તેવી સ્થિતિ નહિવત છે હાલ ડેમની સપાટી રૂલ લેવલથી સાત ફૂટ ઓછી હોવાનું જાણવા મળે છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application