માંડવીના અંબાજી નાકા અંકુર હોસ્પિટલની પાછળ રહેતો એક યુવાન સોહિલ ઈદલભાઈ ઓડ તેની મોટરસાઈકલ લઈને બારડોલી કડોદ રોડ પર કંટાળી ગામની સીમ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલી એક એસ.ટી. બસના ચાલકે આગળ ચાલી રહેલી બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારીને તેને કચડી માર્યો હતો. જીવલેણ ઈજા પામેલા સોહિલ ઓડને બારડોલીના હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application