Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહાર : બે પિતરાઈ ભાઈ સહિત ચાર લોકોનાં નદીમાં ડુબી જવાથી મોત નિપજયાં

  • October 03, 2023 

બિહારનાં નવાડામાં મોટી દુર્ઘટના બની છે. અહીં બે પિતરાઈ ભાઈ સહિત બે લોકોના નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા છે હિસુઆમાં બે પિતરાઈ ભાઈઓ નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા છે. એસડીઆરએફની ટીમે આજે બંને પિતરાઈ ભાઈઓની મૃતદેહો બહાર કાઢ્યા છે. જ્યારે વારિસલીગંજ અને ગોવિંદપુરામાં આજે 2 વ્યક્તિઓના ડુબી જવાથી મોત થયા છે. હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી દીધા છે. પ્રથમ ઘટનામાં હિસુઆમાં ઉફનતી ઢાઢર નદીમાં બે યુવકોના ડુબવાથી મોત નિપજ્યા છે. બંનેનાં મૃતદેહો આજે બહાર કાઢવામાં આવ્યા છે. બંને યુવકો હિદુસાના ગોંદર બીઘા ગામના રહેવાસી અને પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે.



મૃતકમાં બંનેની ઓળખ શંકર કુમાર અને બમબમકુમાર તરીકે થઈ છે. એસ.ડી.આર.એફ.ની ટીમે ભારે જહેમત બાદ આજે બંનેના મૃતદેહો નદીમાંથી બહાર કાઢ્યા છે. જયારે બીજી ઘટનામાં ગોવિંદપુરના શિખરપુર ગામમાં આહર નદીમાં ડુબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક યુવકની ઓળખ શિખરપુર ગામનો રહેવાસી પ્રમોદ કુમારના પુત્ર કૌશલ કુમાર તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ કૌશલનો પગ લપસી જતા તે આહર નદીમાં ડુબી ગયો અને મોત નિપજ્યું હતું, જ્યારે ગ્રામજનોએ નદીમાં મૃતદેહને તરતા જોયો તો તુરંત પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ કૌશલના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ત્રીજી ઘટનામાં વારિસલીગંજના કોચગાંવ ગામના પોખર નદીમાં ડુબી જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ કોચગાંવનો રહેવાસી રાજનીતિ સિંહના 38 વર્ષિક પુત્ર રામજતન સિંહ તરીકે થઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે, લઘુશંકા ગયા બાદ યુવક હાથ-પગ ધોવા નદી પાસે ગયો હતો, જ્યાં તેનો પગ લપસી જતા ડુબી ગયો અને તેનું મોત નિપજ્યું હતું. નવાદા પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી દીધા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application