ભરૂચ રેલવે સ્ટેશનની હદમાં અવધ એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલા મુસાફરના લેડિઝ પર્સમાં રહેલ સોનાની ચેઇન અને મોંઘીદાટ કંપનીનો ફોન, રોકડા મળી 86 હજારના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ કાનપુર અને હાલ પુણે ખાતે રહેતી નેહાસિંગ સંજય સિંગ બોરીવલી રેલ્વે સ્ટેશન ખાતેથી અવધ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ કાનપુર ખાતે જઈ રહી હતી. તે દરમિયાન તેઓ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પહેલા પોતાની સીટ ઉપર જમવા બેઠા હતા જેઓ જમી પરવારી હાથ ધોવા માટે ગયા હતા તે વેળા મહિલાની સીટ ઉપર રહેલ લેડિઝ પર્સમાં મૂલેક સોનાની ચેઇન અને મોંઘીદાટ કંપનીનો ફોન, રોકડા મળી 86 હજારના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application