લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ મે મહિનાની તા.૨૩મી ઓગષ્ટ દરેક તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે તા.૨૪મી ઓગષ્ટના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૩મી ઓગષ્ટના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી વાગરામાં ઉપસ્થિત રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હાંસોટ તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ-વાલીયા તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવા જણાવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૩મી ઓગષ્ટના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીશ્રીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક તાલુકામાં જે તે તાલુકાના નાયબ કલેકટરશ્રી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે તેમ જિલ્લા કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application