Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં યુવકને 100 ટકા ફેફસા સંક્રમિત હોવા છતા કોરોનાને આપી માત

  • May 29, 2021 

ભરૂચ જિલ્લાનાં ડુમવાડ વિસ્તારમાં રહેતા, 35 ઈર્શાદભાઈ શેખને ગત તારીખ 6ઠ્ઠી એપ્રિલએ કોરોના લક્ષણો દેખાતા સારવાર માટે ભરૂચ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસ સારવાર બાદ સ્થિતિમાં કોઈ સુધારો ન થતા વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

ત્યાં સીટીસ્કેન રિપોર્ટ કરાવતાં તેમના ફેફસામાં 100 ટકા ઈન્ફેકશન જણાયું હતું. ઈર્શાદભાઈ દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ 60 હતું અને એન.આર,બી.એમ માસ્ક આપવા છતાં પણ લેવલ 80 રહેતુ હતું. જેથી તેમને 10 દિવસ બાયપેપ પર, આઠ દિવસ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા હતા. ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખના પરિવારમાં તેમના માતા-પિતા પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું  અવસાન થયું હતું. જયારે પિતા કોરોનાથી સ્વસ્થ થયા હતા. ઇર્શાદની તબિયતમાં સુધારો આવતા તેમને તારીખ 25મી મે ના રોજ રજા  આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application