Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : કારમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, એક વોન્ટેડ

  • August 02, 2023 

ભરૂચનાં પાનોલી પોલીસે બાકરોલ બ્રીજ પાસે વૈભવી કારમાં લઇ જવાતા વિદેશી દારૂનાં જથ્થા સાથે પાલ ઘરનાં ઈસમને રૂપિયા 5.35 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા આપેલ સૂચનાને આધારે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરત તરફથી ગ્રે કલરની ઇનોવા ફોર વ્હીલ ગાડી નંબર MH/04/EQ/6682માં વિદેશી દારૂ લઇ એક ઇસમ અંકલેશ્વર તરફ જનાર છે.



જેવી બાતમીનાં આધારે પોલીસે બાકરોલ બ્રીજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 158 બોટલ મળી આવી હતી. આમ, પોલીસે 1.25 લાખનો દારૂ અને કાર મળી કુલ 5.35 લાખનો મુદ્દામાલ કબજે કરી મુંબઈના પાલઘર દુર્વેશ ખારાપાડા ખાતે રહેતો મહેશ ભવરલાલ પ્રજાપતીને ઝડપી પાડ્યો હતો જયારે સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application