સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અંતર્ગત "બ્યુટી એન્ડ વેલનેશ" બ્યુટી પાર્લરનો ત્રિમાસિક તાલીમ વર્ગ બહેનો માટે શરૂ કરવામાં આવ્યો, આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાનનાં નિયામકશ્રી ઝયનુલ સૈયદ સાહેબ, દિપા માસી (કિન્નર સમાજ અગ્રણી) મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ઝયનુલ સૈયદ સાહેબે સંસ્થાન વિશેની વિસ્તૃત માહિતી આપી આ કોર્સ વિશે જાણકારી આપી વિધિવત રીતે આ કોર્સની શરૂઆત કરાવી હતી. દિપા માસીએ તાલીમઆર્થી બહેનોને આશીર્વચન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, પ્રોજેક્ટ ચેરમેન તથા સંસ્થાના સભ્ય બહેનો રહ્યા હતા. જેનું સમગ્ર સંચાલન સંસ્કૃતિ ટ્રસ્ટનાં સ્થાપક હેમાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સહાસિકતા મંત્રાલય દ્વારા G20 અંતર્ગત ભારતનાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્કિલ ટ્રેનિંગ સંસ્થાઓ તથા જન શિક્ષણ સંસ્થાનના માધ્યમથી યુવાઓને તાલિમ આપી આત્મનિર્ભર બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા બહેનો તથા યુવાનોને વિવિધ કૌશલ્યોની તાલીમ આપી આ કાર્યને ગતિ આપવામાં આવી રહી છે અને રોજગારની તકો પુરી પાડવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500