સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, એક કારમાં પાછળની સીટની પાછળ ચોરખાનું બનાવી તેમાં વિદેશીદારૂનો ભરી વ્યારા તરફથી મઢી થઇ પસાર થનાર છે, જે બાતમીના આધારે એલસીબીએ આજરોજ બારડોલીના સુરાલી ગામની સીમમાં આવેલ ગુણવંતી નદીના બ્રીજ ઉપર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી વાળી વોક્સ વેગન કંપનીની કાર નંબર એમએચ/01/બીબી/8032 ની આવતા તેને રોકી લઇ કારમાં પાછળની સીટની પાછળ બનાવેલ ચોરખાના માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ 120 જેની કિંમત રૂપિયા 1,00,400/- નો વિદેશીદારૂના મુદ્દામાલ સાથે કાર ચાલક મહમદઅલ્તાફ મહમદકલીમ અન્સારી રહે, સૈયદવાળા લાલમીયા રીફાઇ દરગાહની પાસે સુરત શહેર, નાને ઝડપી પાડવામાં આવ્યો હતો, જોકે અફઝલ ઉર્ફે અજ્જુ શેખ રહે, સુરત શહેર નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
બનાવ અંગે સુરત ગ્રામ્ય એલસીબીએ રૂપિયા 1,00,400/- નો વિદેશીદારૂ, આરોપી પાસેથી મળી આવેલ 2 મોબાઈલ ફોન જેની કી.રૂ.10 હજાર, રોકડ રૂપિયા 2210/- તેમજ કારની કી.રૂ.5 લાખ મળી કુલ્લે રૂપિયા 6,12,610/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500