Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો

  • February 07, 2021 

બારડોલી તાલુકાનાં વાઘેચા ગામમાં રહેતા નવીન સોમાભાઈ રાઠોડ(ઉ.વ.34) તથા ગીતાબેન મહેશભાઈ રાઠોડ(ઉ.વ.45) પોતાના મિત્રની મોટરસાઈકલ નંબર જીજે/19/એએમ/9791 ઉપર સવાર થઈ વાઘેચાથી બારડોલી તરફ આવી રહ્યા હતા. તે સમય દરમિયાન માર્ગમાં આવતા ખોજ ગામની નહેર પાસે બારડોલી તરફથી કડોદ તરફ જતી સ્વીફ્ટ કાર નંબર જીજે/19/એમ/7984ના ચાલક શૈલેશભાઈ બાબુભાઈ પારેખ(રહે.કડોદ)એ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને અડફેટમાં લઈ અકસ્માત કરતા બાઈક સવાર બંને પગે ઈજા પહોંચી હતી.

 

 

આ અકસ્માત પગલે આસપાસ ભેગા થયેલા લોકોએ 108 એમ્બલ્યુલન્સ સેવા દ્વારા ઇજાગ્રસ્તોને બારડોલીમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યારે કડોદ આઉટ પોસ્ટ પોલીસને જાણ કરતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News