Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સામાન્ય બાબતમાં ઝઘડો થતાં સાળા બનેવીએ યુવક ઉપર લોખંડના પાઇપ વડે હમલો કર્યો

  • November 14, 2021 

બારડોલી નગરનાં આવેલ સુરતી પાર્ક વિસ્તારનાં આલીશાન બિલ્ડીંગના ચોથા માળે ફ્લેટ નંબર સી-404માં રહેતા અઝીઝ રેહમાન ઝહૂર અહમદ અન્સારી (ઉ.વ.27) જે છૂટક ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને જેઓ ગતરોજ ઘરે હાજર હતા. તે સમયે તેમની ગેલેરીમાંથી પાણી નીચે પડ્યું હોય જેથી નીચે ભંગારની દુકાન ચલાવતા નિશાર નિઝામ મુલ્તાની (રહે.સુરતીપાર્ક,સોસાયટી મકકી મસ્જિદની પાછળ) જે જોરજોરથી ગાળો બોલી રહ્યા હતા.

 

 

 

 

 

જોકે અઝીદ તેમને સમજાવવા ગયો હતો તેમ છતાં નિશાર અપશબ્દો બોલી ઝગડો શરૂ કર્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તું શું કરી લેવાનો તેમ કહી અઝીઝને ધક્કો મારી દીધો હતો અને તે સમયે તેનો સાળો તલ્હા સૈયદ શેખ તે પણ ત્યાં દોડી આવ્યો હતો અને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યો હતો અને નિશાર એકદમ ઉશ્કેરાય જઇ લોખંડના પાઇપ વડે અઝીઝને માથાના ભાગે ફટકો મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત અઝીઝને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બારડોલી પોલીસે સાળા બનેવી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application