કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)તરફથી આ મામલે ધામમાં વિવિધ સ્થળોએ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનાં પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, જો કોઈ ભક્ત કેદારનાથ મંદિરની અંદર ફોટો ખેંચશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કેદારનાથ મંદિરમાં આવતા ઘણા ભક્તો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેના કારણે ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે.
હાલમાં જ કેદારનાથ ધામનાં ગર્ભ ગૃહમાં એક મહિલાનો નોટો વરસાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. BKTCએ પોલીસને એક પત્ર પણ લખીને મંદિર પરિસરમાં તકેદારી રાખવા અને વિડિયો વાયરલ કરનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું. BKTCના ચેરમેને કહ્યું કે ધામમાં હજુ સુધી ક્લોક રૂમની વ્યવસ્થા નથી. ભક્તો મોબાઈલ ફોન લઈને દર્શન કરી શકશે. પરંતુ મંદિરની અંદર ફોટા અને વિડીયો લઈ શકશે નહીં, તેના પર પ્રતિબંધ છે. જો કોઈ ભક્ત આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application