વાપીમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથએ દુષ્કર્મ કરવાના કેસમાં પકડાયેલા આરોપી મંગેશ પાંડેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપીનાં છરવાડા ખાતે રહેતા પરિવારની સગીર વયની છોકરી ગત તારીખ ૧૭/૫/૨૦૨૪ નારોજ ઘરેથી ક્યાંક ગુમ થઈ હતી.
તે અંગે તપાસ કરાતા વાપી ખાતે રહેતા આરોપી મંગેશ પાંડેએ તેમની સગીરાને લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કર્યાનું બહાર આવતા આ અંગે વાપી જીઆઈડીસી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત બહાર આવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધ્યો હતો. આરોપીએ જામીન ઉપર મુક્ત થવા વાપીના સ્પેશિયલ જજની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. તે સામે ડીજીપી અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલ ગ્રાહ્ય રાખીને જજ ટી.વી.આહુજાએ આ કેસના આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application