Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિયમનકારી પગલાં તથા કાચા માલના ભાવ વધતા ઉત્પાદન ખર્ચ વધ્યો છતાં પ્રીમિયમ કારની ખરીદી તરફ આકર્ષણ

  • January 24, 2024 

પ્રીમિયમાઈઝેશન, નિયમનકારી સખતાઈ તથા સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ્સની ઝડપી સ્વીકૃતિને પરિણામે ઊતારૂ વાહનોની કિંમતમાં છેલ્લા કેટલાક વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે એમાંય છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે, નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં સરેરાશ ભાવ જે રૂપિયા ૭.૬૫ લાખ  હતો તે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં પચાસ ટકાથી વધુ વધી રૂપિયા ૧૧.૫૦ લાખ પહોંચી ગયો છે. વધુને વધુ લોકો ઊંચા ભાવની કારની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. ઊંચા ભાવની કારની ખરીદી કરનારાની ટકાવારી જે એક વર્ષ પહેલા ૨૭ ટકા હતી તે વધી ૪૩ ટકા પર પહોંચી ગઈ છે.



પ્રીમિયમ કારની ખરીદી તરફ આકર્ષણ જોવા મળી રહ્યું છે. વાહન ખરીદનારા પોતાના વાહનમાં વધુને વધુ વિશિષ્ટતા મેળવવા માંગે છે. નોન-એસી મોડેલ હવે તો લગભગ અદ્રષ્ય થઈ ગયા છે. અગાઉ નોન-એસી મોડેલની વ્યાપક માગ રહેતી હતી, એમ એક વાહન ઉત્પાદક કંપનીના સેલ્સ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. વાહનના ભાવ નિશ્ચિત કરતી વેળા આંતરિક તથા બહારી પરિબળોનો વિચાર કરાતો હોય છે એટલું જ નહીં લોનના દર ઉપરાંત સ્પર્ધાત્મકતા પણ જોવાતી હોય છે.



આ ઉપરાંત ફુગાવા, વેતન ધોરણ, સલામતિના સાધનો તથા નિયમનકારી પગલાંએ પણ વાહનોની કોસ્ટમાં વધારો કરી દીધો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સ્ટીલના ભાવમાં વધારાએ પણ ભૂમિકા ભજવી છે. એપ્રિલ ૨૦૨૦માં બીએસ ૪માંથી બીએસ ૬માં રૂપાંતરને કારણે પણ વાહનોની કિંમત ઊંચે ગઈ છે. નિયમનકારી ફેરબદલને કારણે વાહન ઉત્પાદકોએ પોતાના એકમોમાં સુધારાવધારા કરવાની આવશ્યકતા પડી છે. ૨૦૨૩માં ઊતારૂ વાહનોનું હોલસેલ વેચાણ ૪૧ લાખના આંકને પાર કરી ગયું હતું. સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ્સની માગ વધતા ઊતારૂ વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. સ્પોર્ટસ વ્હકીલ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધારો જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application