ગાંધીનગરના પેથાપુરની રીવર ફલોરા વસાહતમાં અજાણ્યા તસ્કરોની ટોળી ત્રાટકી હતી અને એક જ રાતમાં પાંચ બંધ મકાનોના તાળા તોડયા હતા. જોકે તસ્કરો એક મકાનમાંથી રોકડ અને દાગીના મળી ૧.૫૭ લાખની ચોરી કરી જવામાં સફળ રહયા હતા. બનાવની વિગત એવી છે કે, પેથાપુરની રીવર ફલોરા વસાહતમાં એક જ રાતમાં પાંચ મકાનોના તાળાં તુટતા ચકચાર મચી છે જયારે રીવર ફલોરા વસાહતના સી-૪૦માં રહેતા કિરણકુમાર હર્ષદભાઈ લેઉવા આઈઆઈટી પાલજમાં એસી ઓપરેટર તરીકે કામ કરે છે.જોકે ગતરોજ રાત્રે સે-ર૮માં તેમના સાળાને ત્યાં જમીને તેઓ નોકરી ઉપર ગયા હતા અને તેમની પત્નિ પુત્ર સાથે ત્યાં જ રોકાઈ ગઈ હતી ત્યારબાદ સવારના સમયે પાડોશી વિપુલભાઈએ કિરણકુમારને ફોન કર્યો હતો અને તેમના બંધ મકાનનું તાળું તુટયું હોવાની જાણ કરી હતી. જેથી તેઓ ઘરે પહોંચ્યા હતા અને મકાનમાં તપાસ કરતાં સામાન અસ્તવ્યસ્ત હાલતમાં હતો તેમજ તિજોરીનુ પણ તાળું તુટેલું હતું અને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૫૭ લાખની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું.આ ઉપરાંત આ જ વસાહતમાં ફલેટ નં.એ/૩૦૩, એ-૩૦૫, એચ-ર૦૨ અને એચ-૪૦૫નું પણ તાળું તોડીને તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વસાહતમાં એક જ રાત્રીમાં પાંચ મકાનોના તાળાં તુટતાં હતા.બનાવ અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application