વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે અટલ સેતૂનું શુક્રવારે ઉદ્ઘાટન કર્યું હતું અને શનિવાર સવારે આઠ વાગ્યાથી આ માર્ગ પર વાહન વ્યવહાર શરૂ થયો હતો. પ્રથમ દિવસે વાહનચાલકોનો આ માર્ગને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ માર્ગથી ચિર્લે માર્ગથી પનવેલ અને પુણેથી આવતા વાહનોની સંખ્યા વધુ નોંધાઇ હતી.બીજી તરફ ઉરણથી મુંબઈ તરફ આવતા વાહનોની સંખ્યા ઓછી જણાઇ હતી. ઉરણના દિશાની એક જ લાઇન ખુલ્લી મૂકવામાં આવી હતી. અટલ સેતૂ પરથી પ્રવાસ કરનારા વાહનોની સંખ્યા પ્રથમ દિવસે ઓછી ભલે હોય, પણ આ માર્ગ પરની પ્રથમ સફર અદ્ભુત હોવાનો વાહનચાલકોને અનુભવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application