એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન માલિક મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલ દ્વારા મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે. ધમકી ભર્યા ઈમેલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે. આ ધમકી મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ સામે IPC કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુરત શહેરમાં સિટી બસ સામે નશો કરી હંગામો કરતા યુવકની ધરપકડ
March 31, 2025ડોલવણનાં કણધા ગામનાં યુવક સામે દુષ્કર્મનો ગુન્હો નોંધાયો
March 31, 2025