આગામી દિવસોમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમના ભાગરૂપે પધારનારા મહેમાનોના ભવ્ય સ્વાગત માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જેના સંદર્ભે જિલ્લા પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરીની અધ્યક્ષતામાં પ્રાયોજના વહિવટદારની કચેરીના સભાખંડ ખાતે તૈયારીઓની સમીક્ષા સંદર્ભે બેઠક યોજાઈ હતી. એક ભારત-શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સમગ્ર આયોજનના ભાગરૂપે સૌ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સાથે ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આયોજનને વધુ સુદ્દઢ બનાવવા માટે ચૌધરીએ સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
વધુમાં SOU ઓથોરિટી, પ્રવાસન વિભાગ, સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સાથે સંકલન સાધીને કાર્યક્રમને આયોજનબદ્ધ અને સમયબદ્ધ રીતે પાર પાડવા માટે માર્ગદર્શન પુરુ પાડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર સૌ યાત્રિકોના અભૂતપૂર્વ સ્વાગત, સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમાના દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ માં નર્મદા આરતી સહિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500