Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા ૪૮ શિક્ષકોની નિમણુંક

  • June 01, 2021 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૧ અંતર્ગત પસંદગી પામેલ વિવિધ જિલ્લાના કુલ-૨૯૩૮ ઉમેદવારોને નિમણુંક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સ મારફતે યોજવામાં આવ્યો હતો. જે અન્વયે તાપી જિલ્લામાં કલેકટર કચેરીના મીટીંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે કુલ-૪૮ શિક્ષકોને ક્લેકટર આર.જે.હાલાણીએ નિમણુંકપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

 

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા ૨૯૩૮ ઉમેદવારો પૈકી તેમના પ્રતિનિધી સ્વરૂપે ગાંધીનગર જિલ્લામાં પસંદગી પામેલા ૫ ઉમેદવારોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિમણુંક પત્ર એનાયત કરી રાજ્યભરના નવનિયુક્ત શિક્ષકોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરણદાયી ઉદબોધન કર્યુ હતુ.

 

 

 

 

જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરએ નિમણૂંક પામેલ શિક્ષકોને પ્રાસંગિક ઉદબોધન કરી અભિનંદન પાઠવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પારદર્શી સરકાર અને ફેસલેસ સરકારના અભિયાન હેઠળ મેરિટના આધારે ભરતી પ્રકિયા યોજી આપ સૌની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા અને ભગવાનથી પણ ઉચું સ્થાન એક શિક્ષક્નું હોય છે. તેમ જણાવી આ સ્થાનની મહત્તા પોતાના સેવાકાર્ય થકી જાળવી રાખવા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application