કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે હર ઘર દસ્તક ફેઝ-2 અન્વયે જુન અને જુલાઈ માસના તમામ ગુરૂવારે વલસાડ જિલ્લામાં કોવિડ-19 રોગપ્રતિકારક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં હાલ 12 વર્ષથી 14 વર્ષ વય જુથના (વર્ષ 2008,2009 અને જૂન 2010 પહેલાં) તથા 15થી 17 વર્ષ વય જૂથના (2005, 2006 તથા 2007માં જન્મેલા) તમામ સગીર વયના બાળકોને કોવિડ-19 રસીનો પ્રથમ અને બીજો ડોઝ સરકારી આરોગ્ય કેન્દ્રો પર અપાઈ રહ્યો છે.
વલસાડ જિલ્લામાં હાલમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા નથી પરંતુ સારી પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોવિડ-19 રસીના બંને ડોઝ અને પ્રિકોશન ડોઝ લેવો ખૂબ જ આવશ્યક છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ પણ કોરોનાથી બચવા માટે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આ ડોઝ ખૂબ જ અસરકારક રહે છે. રસીકરણ માટે અગાઉથી ઓનલાઈ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.
રસીકરણ કેન્દ્ર ખાતે જઈ ન શકે એવા અસમર્થ લાભાર્થીઓએ આરોગ્ય વિભાગની હેલ્પલાઈન નં.02632-253381 ઉપર ફોન કરીને માહિતી આપી આગામી 48 કલાકમાં ઘર બેઠા રસી મેળવી શકશે. 18 વર્ષથી 59 વર્ષની વયજુથનાં વ્યક્તિઓએ 6 પૈકી કોઈપણ ખાનગી હોસ્પિટલમાં જઈ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ નક્કી કરેલા દરે બુસ્ટર ડોઝ મેળવી લેવાનો રહેશે. જે માટે અંતિમ રસીકરણનું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે.
ખાનગી રસીકરણ કેન્દ્રોમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલ મો. નં.91732-35569, અમિત હોસ્પિટલ મો.નં. 98251-30393 તેમજ વાપીમાં શ્રેયસ હોસ્પિટલ મો.નં. 9998008005, શેલ્બી હોસ્પિટલ મો.નં. 9574355588, હરિયા હોસ્પિટલ મો.નં.98250-37502 અને નાડકર્ણી 21 ફર્સ્ટ હોસ્પિટલ મો.નં. 9879541339 નો સમાવેશ કરાયો છે.વિવિધ રસીકરણ કેન્દ્રોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની વેબ સાઈટ http://valsaddp.gujarat.gov.inના કોવિડ-19ના વિભાગમાં દૈનિક ધોરણે ઉપલબ્ધ કરાય છે. કોવિડ-19 રસીકરણથી વંચિત રહેલા બાળકોને રસી અપાવી કોરોના મહામારીથી સુરક્ષિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ વાલીઓને અપીલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500