અંકલેશ્વર માં વર્ષોથી વસવાટ કરતા 23 જેટલા થર્ડ જેન્ડર મતદારો આગામી વિધાનસભા ની ચૂંટણી માં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેઓ એ પણ અન્ય મતદારો ને મતદાન કરવા આપીલ કરી હતી,સુપ્રીમ કોર્ટે કિન્નરોનાં કલ્યાણની દિશામાં એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. અદાલતે કિન્નરોને 'થર્ડ જેન્ડર'નો દરજ્જો આપ્યો છે ત્યારે ચૂંટણી પંચે. પ્રથમ વખત મતદાર યાદી માં કિન્નર સમાજ ના મત ને થર્ડ જેન્ડર તરીકે નોંધણી કરાવી છે.અને તેમના સમાજ ને એક અલગ દરજ્જો મળ્યો છે. હવે થર્ડ જેન્ડર તરીકે તેમનો મતાધિકાર મળ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી છે: જેમાં પુરુષ અને સ્ત્રી મતદારો સાથે ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. ભરુચ જિલ્લામાં કુલ 71 ટ્રાન્સજેન્ડર મતદારો છે,જેમાં અંકલેશ્વર તાલુકા માં 23 ટ્રાન્સજેન્ડર મતદારો છે, .અંકલેશ્વર ના થર્ડ જેન્ડર મતદારો માં મતદાન કરવા માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેઓ આમ જનતા ને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહી ના પર્વ નો પવિત્ર મત બહુ મૂલ્ય હોય છે. તો દરેક નાગરિકને મત આપવા અપીલ કરી હતી. એટલું જ નહિ. "હું મતદાર છું" " હું ચોક્કસ મતદાન કરીશ " "હું તો વોટ કરીશ " તમે પણ મત આપી ચૂંટણી પર્વ માં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી ના આ પર્વ માં ભાગીદાર બનો તેવી અપીલ કરી હતી.
અંકલેશ્વર માં વર્ષોથી વસવાટ કરતા 23 જેટલા થર્ડ જેન્ડર મતદારો આગામી વિધાનસભા ની ચૂંટણી માં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેઓ એ પણ અન્ય મતદારો ને મતદાન કરવા આપીલ કરી હતી.સુપ્રીમ કોર્ટે કિન્નરોનાં કલ્યાણની દિશામાં એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. અદાલતે કિન્નરોને 'થર્ડ જેન્ડર'નો દરજ્જો આપ્યો છે ત્યારે ચૂંટણી પંચે. પ્રથમ વખત મતદાર યાદી માં કિન્નર સમાજ ના મત ને થર્ડ જેન્ડર તરીકે નોંધણી કરાવી છે.અને તેમના સમાજ ને એક અલગ દરજ્જો મળ્યો છે. હવે થર્ડ જેન્ડર તરીકે તેમનો મતાધિકાર મળ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી છે: જેમાં પુરુષ અને સ્ત્રી મતદારો સાથે ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. ભરુચ જિલ્લામાં કુલ 71 ટ્રાન્સજેન્ડર મતદારો છે,જેમાં અંકલેશ્વર તાલુકા માં 23 ટ્રાન્સજેન્ડર મતદારો છે, .અંકલેશ્વર ના થર્ડ જેન્ડર મતદારો માં મતદાન કરવા માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેઓ આમ જનતા ને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહી ના પર્વ નો પવિત્ર મત બહુ મૂલ્ય હોય છે. તો દરેક નાગરિકને મત આપવા અપીલ કરી હતી. એટલું જ નહિ. "હું મતદાર છું" " હું ચોક્કસ મતદાન કરીશ " "હું તો વોટ કરીશ " તમે પણ મત આપી ચૂંટણી પર્વ માં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી ના આ પર્વ માં ભાગીદાર બનો તેવી અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500