Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચિખોદરા ચોકડી નજીક અજાણ્યા વાહન અડફેટે આવતાં અજાણ્યા પુરુષનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું

  • June 17, 2024 

આણંદ શહેરની ચિખોદરા ચોકડી નજીકના પાર્ટી પ્લોટ સામેના રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક ભિક્ષુક જેવા પુરુષને અડફેટે લેતા ગંભીર ઈજાઓને પગલે તેનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ શહેરની ચિખોદરા ચોકડી નજીક ઉમંગ પાર્ટી પ્લોટ સામે ગત તારીખ 14નાં રોજ રાત્રિના સુમારે કોઈ અજાણ્યા કાર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી 55થી 60 વર્ષના આશરાના ભિક્ષુક જેવા અજાણ્યા પુરુષને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.


અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતા અને 108ને જાણ કરતા 108ની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. 108ની ટીમે ઈજાગ્રસ્તને તુરત જ સારવાર અર્થે આણંદની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. દરમ્યાન ઈજાગ્રસ્ત ભિક્ષુક જેવા પુરુષનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે રમેશભાઈ ભાથીભાઈ પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application