નિફ્ટી IT ઈન્ડેક્સ ગયા શુક્રવારે 5.14 ટકા વધ્યો હતો, જે જુલાઈ 2020 પછી ઈન્ડેક્સમાં એક દિવસનો સૌથી મોટો વધારો છે. આ પછી, IT ઇન્ડેક્સ સોમવારે સતત બીજા સત્રમાં વધુ 1.9 ટકા ઉછળ્યો હતો. આ કારણે દેશની ટોચની 10 IT કંપનીઓના શેરના ભાવનું મૂલ્યાંકન કરતો ઈન્ડેક્સ છેલ્લા બે સત્રમાં 7.1 ટકા વધ્યો હતો. જોકે આમ છતાં IT કંપનીઓની કમાણી અને શેર મૂલ્યાંકન વચ્ચે અંતર વધી રહ્યું છે. IT ઈન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો એવા સમયે આવ્યો છે.
જ્યારે દેશની ટોચની ચાર IT કંપનીઓના ત્રિમાસિક પરિણામો પાંચ વર્ષમાં સૌથી નબળા રહ્યા છે. 2005માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિસ્ટ થયા પછી ટોચની ચાર આઈટી કંપનીઓના વાર્ષિક ધોરણે કુલ ત્રિમાસિક નફામાં માત્ર ત્રણ વખત ઘટાડો થયો છે. આના કારણે IT કંપનીઓના શેરના મૂલ્યાંકન અને તેમની નાણાકીય કામગીરી વચ્ચે મોટું અંતર છે. ડેટા લાંબા ગાળે ટોચની ચાર કંપનીઓના અર્નિંગ ગ્રોથ અને એબિટડા માર્જિંનમાં ઘટાડો દર્શાવે છે. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો અને એચસીએલ ટેકનો સંયુક્ત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 1.5 ટકા ઘટયો છે, જે જાન્યુઆરી-માર્ચ 2018 ક્વાર્ટર પછીનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
તે સમયગાળા દરમિયાન, તેમની કુલ કમાણી વાર્ષિક ધોરણે 2.1 ટકા ઘટી હતી. એ જ રીતે, વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં, ટોચની ચાર આઈટી કંપનીઓની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 2.4 ટકા વધી છે, જે જૂન 2015 ક્વાર્ટર પછી સૌથી ઓછી છે. તે સમયગાળા દરમિયાન, આ કંપનીઓની કુલ ચોખ્ખી આવક વાષક ધોરણે 2.2 ટકા ઘટી હતી. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીઓની કુલ ચોખ્ખી આવક નજીવી રીતે વધીને રૂ.1.5 લાખ કરોડ થઈ છે જે ગયા નાણાંકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ.1.46 લાખ કરોડ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500