Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉન પાટીયા ગામ પાસે ટ્રક અડફેટે આવતાં આઠ વર્ષીય દિપડાનું મોત નીપજયું

  • October 03, 2023 

નવસારી જિલ્લાના હાઇવે પાસે આવેલા ઉન પાટીયા ગામ પાસે વહેલી સવારે 8 વર્ષનો એક દિપડો હાઇવે ઓળંગતા સમયે ટ્રક સાથે તેની ટક્કર થતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચતા તે ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો. વાહન ચાલકોએ મૃત દીપડાને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપા રેન્જ દીપડાની લાશનો કબજો લઈ PMની તજવીજ હાથ ધરી હતી. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં મોટી સંખ્યામાં રાત્રિના સમયે દિપડો દેખાવાની ઘટના બની છે ત્યારે ફરી વાર પૂર્વ પટ્ટીમાંથી પશ્ચિમ તરફ જતા દીપડાને અકસ્માત નડતા તે મોતને ભેટ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application