સોનગઢનાં કુકડાડુંગરી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધર્માંતરણ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેને લઈ કસુરવાર સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તાપી જિલ્લા કલેકટરને સંબોધીને કરવામાં આવેલ રજૂઆત મુજબ, સોનગઢ તાલુકાનાં કુકડાડુંગરી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાનાં દિવસે ગુરુપૂજન નિમિત્તે પ્રાથમિક શાળાનાં કાર્યક્રમમાં બાઇબલ લઇ ગુરુપૂર્ણિમાનો પ્રચાર થયેલ છે અને જે ગુજરાત સરકારના 1973 વર્ષનાં કાયદા શિક્ષણનાં વિરુદ્ધ છે તો આમાં સામેલ શિક્ષક સભ્યો વયસ્ક ભાગીદારો ઉપર તપાસ કરી સખતમાં સખત કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લા દ્વારા કલેકટરશ્રી તાપીને આવેદનપત્ર આપી શુક્રવારનાં રોજ રજૂઆત કરવામાં આવી હતી. તાપી જિલ્લો બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતો હોય તાપી જિલ્લામાં આવી રીતે ધર્મ પ્રચારકો ભવિષ્યમાં શાળાઓમાં ધર્માંતરણ ન કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application