ઈઝરાઈલ ઉપર સૈન્ય કાર્યવાહી બાદ પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર વધુ આર્થિક પ્રતિબંધોની માંગ વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી અમીર-અબ્દોલ્લાહિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે ઈઝરાઈલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષમાં વધારોના થાય તે માટે અમે વૈશ્વિક કાનૂન વ્યવસ્થા મુજબ યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભાગ લઇ સંયમિત નિવેદનો આપી રહ્યા હતા પરંતુ જયારે ઇઝરાયલી શાસને આચરેલા આતંકવાદી કૃત્યમાં દમાસ્કસમાં ઈરાની દૂતાવાસને સીધું નિશાન બનાવાયુ હતું જેના કારણે સીરિયામાં અમારા સત્તાવાર સૈન્ય સલાહકારોને શહીદ થયા હતા ત્યારબાદ ઈરાન પાસે સૈન્ય કાર્યવાહી સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે અમે મિડલ ઇસ્ટમાં પ્રાદેશિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વધુ તણાવ નહોતા ઇચ્છતા માટે વારંવાર યુએન સેક્રેટરી જનરલને કહ્યું હતું કે સુરક્ષા પરિષદ તેની ફરજ નિભાવે. પરિસ્થિતિ વણસતા અમે સ્વિત્ઝર્લેન્ડ એમ્બેસી કે જે ઈરાનમાં યુએસ હિતોનું પ્રતિનિધિત્વ કરે છે તેના દ્વારા અને સત્તાવાર રાજદ્વારીઓના સંપર્કથી અમેરિકાને એક સંદેશ મોકલ્યો હતો જેમાં સંભવિત સૈન્ય કાર્યવાહી વિશે જણાવવામાં આવ્યું હતું અને રવિવારની વહેલી સવારે બીજો સંદેશ પણ મોકલ્યો હતો કે હજુ અન્ય કાર્યવાહીને અવકાશ છે.
ઈરાનના વિદેશ મંત્રીએ એમ પણ જણાવ્યું કે અમારા દ્વારા અમેરિકાને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી કે જ્યાં સુધી વોશિંગ્ટન ઈઝરાઈલ શાસનના સમર્થનમાં યુદ્ધમાં સામેલ ન થાય ત્યાં સુધી આ ક્ષેત્રમાં અમેરિકન થાણા અને હિતોને ઈરાન તરફથી નિશાન બનાવવામાં આવશે નહીં. તેમાં મતે ઈરાનના હિતો અને તેના નાગરિકોની સુરક્ષા સામે ઉભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે લેવાયેલા પગલાં સામે આર્થિક પ્રતિબંધો યોગ્ય નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500