Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર સ્ટે મુક્યો : અલ્હાબાદ હાઈકોર્ટનો 3 ઓગસ્ટે આવશે નિર્ણય

  • July 27, 2023 

અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર સ્ટે મૂકી દીધો છે. આ મામલે આજે સુનાવણી કરવામાં આવી હતી. જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે કરવો કે નહીં તે અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય તારીખ 3 ઓગસ્ટે આવશે. ત્યાં સુધી ASIનાં સર્વે પર રોક યથાવત રહેશે. મુસ્લિમ પક્ષ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સર્વેની વિરુદ્ધ છે. તેમનું માનવું છે કે, આનાથી ઐતિહાસિક બંધારણને નુકસાન થઈ શકે છે. મુસ્લિમ પક્ષના વકીલ ફરમાન નકવીએ હાઈકોર્ટમાં ASIની એફિડેવિટનો જવાબ દાખલ કર્યો છે. અગાઉ 21 જુલાઈએ હિન્દુ પક્ષની અરજી પર વારાણસીની જિલ્લા ન્યાયાધીશની અદાલતે જ્ઞાનવાપીના ASIને સર્વે કરાવવા અને તારીખ 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.



પરંતુ ગતરોજ સવારે જ્ઞાનવાપીનો સર્વે પણ શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી જ્યારે ASI સર્વે પર બે દિવસનો સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મુસ્લિમ પક્ષ સર્વે પર પ્રતિબંધ લગાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. હિન્દુ પક્ષે પહેલેથી જ હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે, જેથી મુસ્લિમ પક્ષને કોઈપણ પ્રકારની રાહત આપતા પહેલા હાઈકોર્ટે તેમનો પક્ષ પણ સાંભળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application