Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Ahmedabad : ગુજરાત આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ કમિટી દ્વારા નિમણુંક પત્ર અને મુમેન્ટ એનાયત કરાયા

  • May 29, 2023 

તારીખ ૨૮-૦૫-૨૦૨૩ રવિવારે સવારે ૧૧.૦૦ વાગ્યે અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના ૧૧ જિલ્લાઓ, ૧૭ તાલુકાઓના તેમજ અમદાવાદના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, પ્રવકતા, કારોબારી સભ્યો ને નિમણુંક-પત્ર અને મુમેન્ટ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગુજરાત પ્રદેશનાં પ્રમુખ ખુશાલ આર વર્મા, ઉપપ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી પંકજભાઈ ભટ્ટ અને મુખ્ય અતિથિ મહેમાન જશવંત સિંહ વાઘેલા, તેમજ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખોનું ફૂલહાર કરી મુમેન્ટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.



આ કાર્યક્રમમાં ૧૧ જિલ્લાઓ તેમજ ૧૭ તાલુકાના પ્રમુખો તેમજ અમદાવાદ શહેરના તમામ આગેવાનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. કાર્યક્રમનાં મુખ્ય અતિથિ જશવંતભાઈ વાઘેલા તથા મહેન્દ્રભાઈ પટેલે માહિતી અધિનિયમ-૨૦૦૫નાં કાયદાનું સચોટ માર્ગદર્શન પૂરું પાડેલ. તેમજ પ્રદેશ મહામંત્રી પંકજભાઈ ભટ્ટ દ્વારા આરટીઆઇ એક્ટિવિસ્ટ અકસ્માત કે મૃત્યુ પામે તો તેમના માટે ‘ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટી’ દ્વારા બે લાખના વીમા પોલીસીની ચર્ચાને પણ મૂકવામાં આવી હતી.


ઉપપ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા દરેક જિલ્લા તેમજ  તાલુકામાં સંગઠન વધુમાં વધુ મજબૂત થાય તે માટે માર્ગદર્શન આપીને દરેક આર.ટી.આઇ. એક્ટિવિસ્ટોને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત રાજ્યના પ્રમુખ ખુશાલ આર. વર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યના આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ કમિટી દ્વારા પંચની માંગણી કરવામાં આવશે. તેમજ નિવૃત્ત આઈએસ અધિકારીની નિમણુંક કરવામાં આવે તેવી પણ માંગણી કરીશું. માહિતી કમિશનરો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નાં કાયદાનું જે હનન થઈ રહ્યું છે તેવા રાજ્ય માહિતી કમિશનરો વિરુદ્ધ મુખ્ય માહિતી આયોગના પંચ તરીકે નિમાયેલા અમરતભાઇ પટેલ પોતાની નૈતિક ફરજ અદા નહી કરીને તેમને મળેલ સત્તા કલમ-૧૫(૪) નો દુરુપયોગ કરીને કાયદાનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.


તેમજ ગુજરાત રાજ્યના માહિતી આયોગ પંચ તરીકે નિમાયેલા અમરતભાઇ પટેલ દ્વારા તેમના તાબાના રાજ્ય માહિતી કમિશનરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ મદદગારની ભૂમિકા અદા કરીને પ્રોટેક્શન પૂરું પાડી રહ્યા છે તેવી અનેક ફરિયાદો આજના કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી આ બાબતે ગુજરાત આર ટી આઇ એક્ટિવિસ્ટ કમીટી દ્વારા ટૂંક સમયમાં સરકાર પાસે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોનું સુરક્ષા કાનૂન અને ગુજરાત માહિતી આયોગમાં દરેક અપીલોમાં લાઈવ પ્રસારણ તેવી માંગણી કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News